આંખોથી
જે કરેલ એ વાત વિશે નથી કંઈ કહેવું.
જાગતા
વિતાવી છે એ રાત વિશે નથી કંઈ કહેવું.
જાણીતાંઓ
જ ઘાયલ કરીએ ચાલ્યા ગયા મને!
એમના
એ ઘાત-પ્રત્યાઘાત વિશે નથી કંઈ કહેવું.
એકલાં
એકલાં વહાવ્યા છે અમે આંસુંઓ ક્યાંક !
એવા
ડૂસકાંઓના કલ્પાંત વિશે નથી કંઈ કહેવું.
મને
જ હું હજુ સુધી પૂરો ઓળખી જ નથી શક્યો !
મારી
સાવ એ અજાણી જાત વિશે નથી કંઈ કહેવું.
રોજબરોજ
મળે છે સદા આવતા જતા રસ્તામાં !
એ
અડધી અધૂરી મુલાકાત વિશે નથી કંઈ કહેવું.
સમજતા
સમજતા સમજશે મહેફિલ પણ એક દિ;
લાગણીની
શબ્દમાં રજૂઆત વિશે નથી કંઈ કહેવું!
અંતની
અસર વિશે વિચારતા રહ્યા સદાય એઓ;
એમની
એ સાથેની શરૂઆત વિશે નથી કંઈ કહેવું.
કબરમાં
રહી ગઈ આંખો ખૂલી કોઈના ઈંતેજારમાં;
મદમસ્ત
એ નિરાંત વિશે નટવર નથી કંઈ કહેવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું