જેનો જરા ય પરિચય
નથી, એની સાથે સંબંધ હોય છે!
ત્યાં સુધી મઝા,
જ્યાં સુધી અજાણપણું અકબંધ હોય છે !
ઘણી વાર એવું થાય
કે આપણે કંઈ જ કરવું પડતું નથી!
બધું થતું રહે છે
આપોઆપ, ઇશ્કમાં એવો પ્રબંધ
હોય છે.
સાચી સગાઈ એવી હોય
કે કદી ન મટે મોત આવે તો ય!
ફૂલો કરમાય જાય તો
ય એમાં મઘમઘતી સુગંધ હોય છે.
હપ્તાઓમાં જિંદગી
ખરચી ક્યાં સુધી કરતા રહીશું કમાણી?
અંતે તો આખરી મંજિલે જવા જરૂરી ફક્ત ચાર સ્કંધ હોય છે.
માણસે જ માણસને
સાચવી લેવાનો હોય છે આ જગતમાં!
માણસને જગતમાં
મોકલ્યા બાદ દ્વાર ખુદાના બંધ હોય છે.
જ્યાં જ્યાં નજર
કરશો તો હું નજરે આવીશ, ને મને તમે !
જાલિમ દુનિયા ભલે
યુગોથી કહેતી રહે પ્રેમ અંધ હોય છે.
એમ તો થોડી
પંક્તિઓની જ હોય છે દરેક કવિતા નટવર!
વાંચતા આવડે તો યાર મારા એ લાગણીનો નિબંધ હોય છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું