સાવ અચાનક જ તને ય મારી યાદ આવે તો ??
મારા સપનાંઓ આંખોમાં ઊગી તને જગાવે તો
?
તને મળ્યા પછી મારા જ ઘરનો રસ્તો
ભૂલ્યો છું !
મારું સરનામું પૂછું ને કોઈ તારો પતો
બતાવે તો ?
ડૂબી મરવાની ઘાત મારી ભાખી હતી નજૂમીએ
!
તારી આંખોમાં હું ડૂબું, મને કોઈ ન બચાવે તો ?
તારા આ અકળ અબોલા કરતા તો ઝઘડા ભલા !
તને પળમાં મનાવું,મારી સાથે નજર નચાવે તો ?
હર મુલાકાતનો અંજામ કંઈ જુદાઈ ન હોય
શકે !
મળવા આવે પણ સાથે તારી જાતને ન લાવે
તો ?
તરજુમા કરવા છે મારે તારા મોઘમ
ઇશારાઓના !
તારા કમસીન ચહેરાથી પડદો શરમનો હટાવે
તો ?
રોજ એક કવિતા નઝમ ગઝલ લખું હું તારા
માટે !
ડર છે નટવરને, તું મારા રકીબ પાસે લખાવે તો ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું