શનિવાર, 24 જૂન, 2017

સમજાય છે...

ધીમે ધીમે હવે સઘળું સમજાય છે.
હું કંઈ કરતો નથી, સઘળું થાય છે.

અરથ આ જિંદગીનો એટલો જ છે.
અઢી અક્ષરમાં જ બધું સમાય છે.

ઊંઘ પણ ક્યાં ખરેખર આવે છે ?
બસ આંખ અમસ્તી જ બિડાય છે !

આમ તો સાવ સહેલું લાગે એવું છે !
તોય માણસ ક્યાં કદી પરખાય છે?

વરસાદ અહીં ભીંજવતો રહે છે મને!
ત્યાં દૂર વાળ કોઈના વીખરાય છે .

લકીરો તો બધી જ છે બે હથેળીમાં !
તો ય તકદીર ક્યાં કદી પકડાય છે ?

ઇશ્કની આ તે કેવી અસર છે નટવર?
આંખ મીંચી છે મેં ને એ જ દેખાય છે !!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું