કેવી રીતે થાય અહિંયાં કોઈનો પરિચય??
અહિંયાં તો યાર સહુ કોઈ કરે છે
અભિનય!!
સોંપ્યું હતું દિલ મારું મેં એમને સદા
માટે!
રમત રમી કરી દીધું પરત મને સવિનય!!
બાઝી-એ-ઇશ્કમાં જીતવું તો સાવ સહેલું
છે!
બધું
હારો તો ય થાય એમાં ભવ્ય વિજય !!
જિસમ મળવાની વાત જરા નથી ઇશ્કમાં!
મન સાથે મન થવું જોઈએ એમાં તન્મય!!
ફરેબી ને ગેબી ખુદાએ બહુ સતાવ્યો છે
મને !
ખુદા તારી ખુદાઈ પર થાય છે મને સંશય
!!
એમને મળ્યા પછી સાવ બદલાય ગયો છું !
આયનામાં જોતાં સદાય થાય મને વિસ્મય !!
જીવી રહ્યો છે નટવર એ જ અમર આશામાં!
નજૂમીએ ભાખ્યું છે,વીતી જશે કપરો
સમય!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું