જિંદગીની હાયવોયમાં બસ, એટલી
નિરાંત કરો !
એકાદ ખૂણે બેસી ખુદ સાથે પણ કદી વાત
કરો !!
આ દુનિયા તો સાવ મામૂલી છે, પળમાં જીતાય !
જીતવા દુનિયાને, પહેલાં તને ખુદને મહાત કરો !!
આ ફોન,ફેઈસબૂક, વ્હોટસઍપ એક બખડજંતર છે !
જો ઓછું કરવું હોય અંતર તો રૂબરૂ
મુલાકાત કરો !!
શબ્દ ફેરવી તોળાય,અરથ શબ્દનો બદલાય જાય !
વાત દિલની છે તો માસૂમ આંખોથી રજૂઆત
કરો !!
રાહ-એ-ઇશ્ક પર હર કદમ પડવાનો ભય રહે
છે !
પડતા આખડતા ચાલતા આવડશે, શરૂઆત કરો !!
પળ બે પળનો સાથ માંગ્યો છે જિંદગીમાં
સનમ !
મેં ક્યાં કહ્યું છે,મારા નામે તમે તમારી જાત કરો !!
બધું જ સમજાવશે નટવર કે કોણે શું શું
સમજવું ?
નાસમજ નટવર સાથે સનમ કદી આત્મસાત્ કરો
!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું