શનિવાર, 24 જૂન, 2017

થોડો ખેદ છે...


એ જ વાતનો થોડો થોડો ખેદ છે; 
મને ખુદ સાથે થોડો મતભેદ છે.

મુક્ત ફરતો રહે હર આદમી અહીં; 
અને આમ જુઓ તો ક્યાંક કેદ છે.

કુરાન ગીતા બાઈબલને શું કરું? 
એની આંખોમાં મારો ઋગ્વેદ છે.

છે મારું જમણું એ બતાવે છે ડાબું; 
આયનાની નજરમાં ઘણાં ભેદ છે.

દરદની પીડા ય સુરિલી હોય છે; 
એથી શ્યામની બંસરીમાં છેદ છે.

નિશાએ રાતભર શ્રમ કર્યો હશે;
 ઝાકળ બુંદ કંઈ નથી, પ્રસ્વેદ છે.

હર શખ્સ એમ જ જીવી રહ્યો છે;  
કાલે સહુ સારું થશે એને ઉમેદ છે.

એમણે નજરોથી દૂર કર્યો છે મને;
  મારા માટે બહુ કપરો ઉચ્છેદ છે.

નિસાસાઓ સાવ નિઃશેષ નથી;  
આંસું વડે ભાગતા બચેલ છેદ છે.

લખી સાવ નાની કવિતા નટવરે;  
સમજો જો દિલથી તો એ વેદ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું