શનિવાર, 24 જૂન, 2017

જાહોજલાલી...

મયખાને બેઠો છું અને હાથમાં મારા જામ ખાલી છે !
બસ આ ખાલીપણું જે છે, એ મારી જાહોજલાલી છે !

ક્યાં ગઝલ લખે ક્યાં દિલથી કોઈને ઇશ્ક ફરમાવે !
બીજું શું કરી શકે? શખ્સ જે મારા જેવો ખયાલી છે !

હારી ગયા ભલભલાં વિરલાઓ ખુદ સાથે લડી લડીને!
આમ જોઈએ તો આખી માણસજાત સાવ નમાલી છે !

લઈ અધૂરાં અરમાનની ગઠરીયાં ફરતો રહે હર શખ્સ!
આ માણસ તો ભાઈ, જન્મજાત એક કુશળ હમાલી છે.

ઇશ્ક કરીને જોઈ લીધું, દઈને દિલ સમજી ગયા અમે !
આ પ્રેમોર્મિ જે કહેવાય એ સઘળી કમબખ્ત જાલી છે !

સાચવીને રહેવું પડે એનાથી, દોસ્ત, બચતા રહેવું પડે!
લીલીછમ લાગણી જેને કહેવાય એ સાલી મવાલી છે !!

હસતો ચહેરો લઈ મહેફિલ મહેફિલ ફરતો રહે નટવર !
મહેફિલને નથી જાણ કે દશા એના દિલની બેહાલી છે !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું