શનિવાર, 22 ઑક્ટોબર, 2016

ते हि नो दिवस गता...


થતા થતા થઈ ગઈ મારાથી બસ એક જ ખતા;
જ્યાં કરવાની હતી બાદબાકી, કર્યા મેં ત્યાં વત્તા.

ઇશ્ક તો દિલથી દિલ મળવાની વાત છે સનમ.
મળતા રહો સનમ, દિલ મળી જશે રફ્તા રફ્તા.

હર મુલાકાતનો અંજામ હંમેશ જુદાઈ નથી હોતો;
એમણે જોયું છે એક વાર પાછાં ફરી જતા જતા.

ઇશ્ક નથી આસાન, છે તન્હાઈનો એ એક દરિયો;
પાર કરે એ હોય જેનાંમાં ડૂબીને તરવાની ક્ષમતા.

થોડા શબ્દો, ઝાઝી લાગણી અને ઢગલો આંસુઓ;
મારા કારોબાર- એ-ઇશ્કમાં બચી છે એટલી મતા.

આજે ભલે સનમ તમને મને છોડવાનો ખેદ નથી;
મને યાદ કરી એક દિ કહેશો ते हि नो दिवस गता.

સંગાથ જો કોઈ મનગમતાંનો મળી જાય નટવર;
પસાર થાય જાય કઠિન જિંદગી ય હસતા રમતા.ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું