રવિવાર, 16 ઑક્ટોબર, 2016

સ્થિતિ-પરિસ્થિતિ...

સ્થિતિ પરિસ્થિતિમાં થશે એક દિ તો સુધારો;
બસ સનમ, તમે સમય મુલાકાતનો વધારો.

રૂબરૂમાં ન અવાય, ન આવો, તમારી મરજી;
કદી સપનામાં આવી સાવ અચાનક પધારો.

હકીકત-એ-ઇશ્ક એ જ છે માનો યા ન માનો;
દિલ લઈ દિલ આપવાનો છે એમાં ય ધારો.

ગમતા ગમતા હું ગમી જઈશ તમને એક દિ;
બસ, કરતા રહો તમે વિચાર મારો એકધારો.

તમારો જ છું હું, અને સદા રહીશ હું તમારો;
મારા વિશે ન કંઈક ખરું, ન કંઈક ખોટું ધારો.

મળી જશે મંજિલ ઇશ્કની ભલે રહી એ દૂર;
ચાલો, એક પ્રયાસ કરીએ આપણે સહિયારો.

સીધો સાદો એક અદનો આદમી રહ્યો નટવર;
રાહ- એ-ઇશ્ક પર શોધે છે એ એક સધિયારો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું