શનિવાર, 22 ઑક્ટોબર, 2016

એક જ સવાલ...


રહી રહી થયા રાખે છે યાર, મનમાં મારા બસ, એક જ સવાલ;
જેનો કરું હરદમ વિચાર, કેમ એને નથી આવતો મારો ખયાલ!

ન તો કોઈ ગુનો કર્યો છે કદી મેં, ન તો કર્યો છે કોઈ અપરાધ;
બસ, થતા થતા થયો ઇશ્કકેમ એનો થયા રાખે છે મલાલ?

ન કોઈ લેતું નથી આપવાથી દિલ,ન કોઈ આપતું માંગવાથી એ;
કરવી પડે લેવડદેવડ દિલની બનાવી લાગણીઓને એક દલાલ.

ઇશ્ક નથી આસાન, કરે એ જાણે, છે દરિયો એ એક ઠંડી આગનો;
ડૂબીને પાર કરી શકે એ જ નસીબદાર, જે ન હોય જરાય જહાલ.

ઘરની ભીતોને મેં સજાવી છે ખાલી ખાલી ફ્રેમથી,તો પણ પ્રેમથી;
હવે તો એટલું જ કરવું છે યારો,તોડવી છે દિલો વચ્ચેની દિવાલ.

આ જિંદગીની કઠણ સફરમાં હોય છે હર કોઈનો સાથ પળભરનો;
પડછાયો પણ તરછોડે કદી, ભલે કરીએ આપણે એને વધુ વહાલ.

નથી મારી પાસે કોઈ મોટી મતા, ન તો કોઈ કિંમતી ધન દોલત;
ભલે લાગે નટવર સાવ મુફલિસ, ફરમાવી ઇશ્ક થઈ ગયો નિહાલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું