શનિવાર, 1 ઑક્ટોબર, 2016

વારંવાર કરું...

તને સનમ, હું એટલો પ્યાર કરું, એટલો પ્યાર કરું!
જ્યાં સુધી જીવું બસ, તારો જ, તારો જ ઇંતેજાર કરું.

જો ઇશ્ક એક ગુનો હોય જાલિમ દુનિયાની નજરમાં;
બની ગુનાનો એક દેવતા, એ ગુનો હું વારંવાર કરું.

વાત તારી છે, તું જ જાણે, તારી હાલત તું જ જાણે;
જાગતા સુતા, હાલતા ચાલતા તારા જ વિચાર કરું.

તું માને ન માને તારી મરજી, પણ એ વાત સાચી છે;
જ્યારે જ્યારે નિશાળું ચાંદને, બસ તારા જ દીદાર કરું.

તારા ઇશ્કમાં, તારા પ્યારમાં લખેલ મારી હર કવિતા;
તારા માટે જ છે એ, આજે સહુ તારા પર નિસાર કરું.

રહી જોજનો દૂર તું તો શું થયું, તું દિલમાં વસે મારા;
હું મારી જિંદગીની હર પળ તારી સાથે જ પસાર કરું.

તારા ઇશ્કની જ આ અસર છે નટવર પર એક એવી;
તું ચાહે તો તારી સાથે ભવોભવ જીવવાનો કરાર કરું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું