રવિવાર, 18 સપ્ટેમ્બર, 2016

વિશ્વાસ નથી...

સનમ, હવે તું મારી આસપાસ નથી;
તો ય હું જીવું છું? મને વિશ્વાસ નથી.

એકાદ ઇશ્કીનું નામ આપો મને તમે;
રાહ-એ-ઇશ્ક પર કદીય ઉદાસ નથી.

એવા આંસુ સારવા સાવ જ નકામાં;
જે આંસુંમાં સહેજ પણ ખારાશ નથી.

એમ તો ફક્ત દિલ સુધી જવાનું છે!
ને એનાથી લાંબો કોઈ પ્રવાસ નથી.

લાગણી નિચોવવી પડે છે શબ્દમાં;
કવિતાઓ શબ્દનો ઠાલો પ્રાસ નથી.

આવી ચઢે ફૂલોની ચાદર ચઢાવવા;
કબરમાં સુતા પછી પણ હાશ નથી.

તમે જ ન સમજી શક્યા સનમ એને;
નટવરના ઇશ્કમાં કોઈ કચાશ નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું