શનિવાર, 1 ઑક્ટોબર, 2016

થઈ ગઈ...


તમે મળ્યા તો મને લાગ્યું કે, ખુદ સાથે મુલાકાત થઈ ગઈ;
ન તો તમે કંઈ કહ્યું,ન મેં કહ્યું, જિંદગી સાથે વાત થઈ ગઈ.

બહુ સાચવીને રાખી હતી ન જાણે મેં આજ સુધી કોના માટે;
જેવી હતી એવી, તમારે નામ આજ મારી જાત થઈ ગઈ.

તમે અંતની ચિંતા કર્યા કરો સદા તમારી આદત હશે એવી;
હું એટલું જ જાણું, પ્રેમકહાણી આજ શુભ શરૂઆત થઈ ગઈ.

હર લીલીછમ લાગણી, ભીની ભીની લાગણી તમે છુપાવી;
તમે આંખ એ રીતે ઝુકાવી, તમારાથીય રજૂઆત થઈ ગઈ.

ઇશ્કની જ આ અસર છે એવી ન કોઈ બચી શક્યું એનાથી;
કદીય ન કરેલ કેટકેટલાં હસીન ગુનાની કબૂલાત થઈ ગઈ.

હસતા હસતા કેટલીય વાર રડ્યો છું,રડતા રડતા હસ્યો છું;
હરેક સ્થિતિપરિસ્થિતિ મારી એ રીતે સમઘાત થઈ ગઈ.

આસાન નથી નટવર ખુદની સાથે સદા ય લડતા રહેવાનું;
ખુદને હાર્યો જિંદગીની બાજીમાંજિંદગી મહાત થઈ ગઈ!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું