રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016

સરૂર...


એ પાસ રહે કે દૂર;
રહે ખયાલમાં જરૂર!

છે દિલ મજબૂર,
નથી મારો કસૂર!

દિલની ધડકનમાં;
છે એનો જ સૂર !

સ્પર્શ એનો એવો;
થયો છું હું કોહિનૂર.

છે સીધી સાદી એ;
નથી કોઈ એ હૂર!

સમજે મારા ઇશારા;
નાર એ બહુ ચતુર!

એનો ઇશ્ક જ એવો;
થયો હું ય મગરૂર!

ઇશ્ક મારો ઇશ્ક છે;
એ નથી કોઈ ફિતૂર!

એનું તો એ જ જાણે;
ચાહું હું એને ભરપૂર!

એનાં ઇશ્કનું જ છે;
ચહેરા પર આ નૂર!

પીધું છે  આંખોથી;
છે એનો સરૂર!

એ જ તો છે નટવર;
કર્યો છે જેણે મશહૂર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું