બહુ
જ સાચવીને રાખી છે મેં મારી જાતને;
એથી
જ થયા રાખે છે ચિંતા આખી નાતને.
કોને
કહેવું? શા
માટે કહેવું? હવે
કોઈ કહો;
કોણ
સમજે અહીં આજકાલ સાચી વાતને?
એકાદ
પળ મળે મને મારી સાથ ગુજારવા;
મારે
તો પોઢી જવું છે યાર, ઓઢી નિરાંતને.
ચિંતા
અંતની કરતા રહ્યા હશે સતત એઓ;
અટકાવી
રાખી એથી એમણે શુભ શરૂઆતને.
હતું
કાચનું તો થઈ ગયા એનાં ટૂકડે ટુકડા;
દિલ
પચાવી ગયું હસતા હસતા આઘાતને.
હવે
મારું તો જે થવાનું છે એ જ થશે સનમ;
બસ
તમે સાચવો તમારા નાહકના ઉત્પાતને!
પૂછશો
તો કહી દેશે પથારી પરની કરચલીઓ;
કેવી
રીતે વિતાવું છું મારી હર માતમ રાતને!
બહુ લખ્યું નટવરે તો પણ સાવ ઓછું પડ્યું;
બહુ લખ્યું નટવરે તો પણ સાવ ઓછું પડ્યું;
ઢાળી
ન શક્યો શબ્દમાં કદી એ જજબાતને!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું