રવિવાર, 28 ઑગસ્ટ, 2016

વાત કરો...

કદીક અટકી ગયેલ સમયની વાત કરો;
ને આંખોથી છલકાતા મયની વાત કરો.

મળી ચાર નજર, થઈ એ એક અચાનક;
અને ચાર આંખોમાં વિસ્મયની વાત કરો.

ભલે રહ્યા અલગ અલગ બે ઘાયલ દિલ;
એમાં થતા એક સરખાં લયની વાત કરો.

દિલ હારી જીતી છે થોડીક મુલાયમ પળો;
ને પછી થયેલ ભવ્ય પરાજયની વાત કરો.

જો નથી ગમતી તમને મારા ઇશ્કની વાતો;
તો તમને ગમતા કોઈ પ્રણયની વાત કરો.

ઊકેલતા ઊકેલતા ઊકેલ્યા છે હર કોયડા;
ન ઉકેલાયેલ જિંદગીના પ્રમયની વાત કરો.

તમારા નામે જ હરદમ ધબકે છે દિલ મારું;
તમે તમારા ઘાયલની હ્રદયની વાત કરો.

જિંદગીમાં કોઈ એક અજનબીનાં આવતા જ;
એક પછી એક રચાતા વલયની વાત કરો.

કોઈના પર મરી મરી જીવી રહ્યો છે નટવર;
પ્રેમમાં ય થતા કદી કદી પ્રલયની વાત કરો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું