શનિવાર, 13 ઑગસ્ટ, 2016

ઝટપટ...

ઝટપટ ઝટપટ;
ખોલ તું અંતરપટ.

રહેવા દે એને તું;
ખૂબસૂરત છે લટ!

ચહેરે છે કરચલીઓ;
પડે છે એટલે વટ !

તન્હાઈ ગમે  મને;
એની સાથે ઘરવટ.

પ્રભુ, જો તું હોય તો;
કદી તો થા તું પ્રગટ!

વગર હેલી ભીંજાયો;
છે આંસુની રમઝટ!

શું શું કરું હું હવે કહો;
કરે લાગણી લટપટ.

હોઠોથી ન કંઈ કહે એ;
આંખોથી કહે પટપટ!

ઇશ્ક એ ન કરી શકે;
જે કરી જાણે છળકપટ!

એક જિંદગી જીવવા;
કરવી પડે છે ખટપટ!

જિંદગી પુરી થઈ જાય;
પુરી ન થાય રઝળપટ.

બહુ શાણો રહ્યો નટવર!
બની જા તું હવે નટખટ!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું