શનિવાર, 13 ઑગસ્ટ, 2016

તલાશી...

લેવી હોય તો લઈ લો તમે અહીં હર કોઈની તલાશી;
હર કોઈ પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી.

મજા છે તડપવાની, તફડવાની ઇશ્કમાં કોઈ શું જાણે?
ઇશ્કી રહે તરસ્યો, જેમ જળમાં રહે મીન સદા પ્યાસી.

મળતા મળતા છેવટે સઘળું મળી તો જાય છે સહુને;
છતાં ય કોઈ એકાદ પ્રિય વ્યક્તિની ખોટ રહે ખાસી!

ન તો કદી કરું હું હજ, નથી કરવી યાત્રા ચારધામની;
જ્યાં પગલાં પડ્યા સનમનાં, ત્યાં મારા કાબા- કાશી.

તમારી મારી જેવી છે એવી આપણી આ જિંદગી શું છે?
જનમથી મોત સુધીનો કઠિન રાહ,આપણે સૌ પ્રવાસી!

આયનો મારો રોજબરોજ જોતો રહે ચહેરો એ વારંવાર;
ને ઉપરથી કહે મને, બદલ ચહેરો થઈ છે ગયો વાસી.

ઇશ્ક પરમ, ઇશ્ક ધરમ, ઇશ્ક જખમ ને ઇશ્ક જ મલમ;
એ શું સમજશે ઇશ્કને, જે સમજે ઇશ્કને એક અય્યાશી?

જરૂરી છે દિલથી દિલ મળવાની વાત ઇશ્કમાં નટવર;
ભલે ન મળે નવ ગુણ,ન મળતી આવે કોઈ સાથે રાશિ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું