રવિવાર, 31 જુલાઈ, 2016

છે એ મજામાં...

આંખોમાં હવે ઊપસી આવ્યા છે ચકામાં;
આવ્યા રાખે છે સપનાઓ સાવ નનામા.

કહેતા હતા ન જીવી શકશે મારા વિના;
એ જ ફેરવી લે છે મ્હોં, મળે જો સામા.

દિલ સાલું જિદ્દી છે, તોફાની બાળક જેવું;
જે નથી મળવાનું, મેળવવા કરે ઉધામા.

કારોબાર- એ-ઇશ્કમાં કોઈ બરકત નથી;
બચી છે થોડી વજનદાર તન્હાઈ નફામાં.

કોઈને શું કહેવું અમારી આ હાલત વિશે?
અમો ખુદને લાગી રહ્યા છે સાવ નકામા.

ન અમારો કોઈ અતો પતો,  ન સરનામું;
શોધશો અમને કોઈનાં દિલનાં નકશામાં.

સૂતો છે હવે નટવર નિરાંત ઓઢી કબરમાં;
ન કરશો ફિકર એની યારો, છે એ મજામાં.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું