શુક્રવાર, 1 જુલાઈ, 2016

રમત...


યાદ કરું જેને હું સતત;
એની પાસે નથી વખત.

સમય ન હોય સનમ, તો;
પોસ્ટ કર કદી કોરો ખત.

ક્યાંક હોય અસીમ સ્નેહ;
ક્યાંક એની ભારે અછત.

એવું કેમ થયા રાખે છે?
હારે સત,જીતે છે અસત.

ભગવાન, તારે નામે છે;
અહીં બધા જ બગભગત.

ભગવાન તું થયો મોંઘો;
શ્રદ્ધા તારી સાવી મફત.

એમનાં પર મરતો રહ્યો;
જીવતા જ થયો સદગત.

લેતા લેતા લઈ તો લીધું;
દિલ ન આપ્યું મને પરત.

આપના ગયા બાદ સનમ;
નથી થયું જીવન પૂર્વવત્ !

હથેળીમાં જ રેખાઓ છે;
ને ભાવિ નથી હસ્તગત!

આ જિંદગી શું છે નટવર?
શ્વાસ-ઉચ્છવાસની રમત?ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું