શનિવાર, 2 જુલાઈ, 2016

હરાજી છે...


વાત એ બહુ જ ગાજી છે;
આ દિલ સાલું પાજી છે!

આપણી જિંદગીય શું છે?
બસ, એક નાટકબાજી છે!

થયા છે દિલના ટુકડાઓ;
ને તબિયત તો સાજી છે!

કદી ય વરસવાની નથી
;
એ વાદળી બહુ ગાજી છે!

સમજો તો ઇશ્ક આબાદી;
ન સમજો તો તારાજી છે!

કોઈક તો લગાવો બોલી;
જે સમણાની હરાજી છે.

એ વાતનો છે આનંદ મને;
મારા વિના સનમ રાજી છે.

જે નમે છે સહુને નમ્રતાથી;
શખ્સ એ સાચો નમાજી છે.

ન પૂછો આ કવિતા શું છે?
એ શબ્દોની ઢગલાબાજી છે.

હમણાં આંસુથી ધોઈ એને;
એથી આંખો મારી તાજી છે!

કેવી રીતે જીતશે નટવર
?
બીજાનાં હાથમાં બાજી છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું