મંગળવાર, 17 મે, 2016

ખયાલી...

ચાલ ચાલે જ્યારે યાર એ મતવાલી;
આવે મારા બંજર દિલમાં હરિયાલી.

સમય ધીમો ચાલે એના ગયા બાદ;
હવે શું કરે એમાં બચારો ઘડિયાલી?

એનાં ખયાલોમાં ખોવાયેલ રહું સદા;
લોકો ભલેને કહેતા રહે મને ખયાલી.

જામ જિંદગીનો ગળતો રહ્યો હરહમેશ;
સાકી, નથી કર્યો મેં એને કદી ખાલી.

ઘૂંટ એકાદ ઊતરે ગળેથી ધીમે ધીમે;
એમ ચહેરા પર મારા આવે છે લાલી.

દિલ તો દિલ છે, આ દિલનું શું કરવું?
વખત કવખત થઈ જાય સાલું મવાલી.

એવું કેમ થઈ જાય અચાનક કોણ જાણે?
સાવ અજાણી વ્યક્તિ થઈ જાય વહાલી!

કળથી કામ લેતો રહેજે નટવર એનાથી;
લીલીછમ લાગણી પણ હોય શકે જાલી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું