મંગળવાર, 17 મે, 2016

આવિષ્કાર...

ખાલી જતો નથી એમનો એક ય વાર;
નજરોથી યાર, કરે એ તો સહુને ઠાર.

દર્દ-એ-જિગર, દર્દ- એ-ઇશ્ક જીવલેણ;
જીવ લઈને રહે,ન કોઈ એની સારવાર.

કહેવાય છે ઇશ્ક દરિયો એક આગનો;
જે ડૂબે એકવાર એમાં, થઈ જાય પાર.

છે એમ તો એ સાવ અઢી અક્ષર એનાં;
સમાય છે એમાં જિંદગી આખીનો સાર.

ખુદા,ઈશ્વર અલ્લા એ જ ઇશ્ક કે પ્યાર;
સૌ છે એક સરખાં,છે એ સૌ નિરાકાર.

મળી સંપી લડી ઝઘડી તેજ રાખવા પડે;
નહીંતર બુઠ્ઠી થઈ જાય સંબંધોની ધાર.

જિંદગી એની થઈ જાય સફળ નટવર;
થઈ જાય જેને ઇશ્કનો સાચો આવિષ્કાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું