શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

સખી...

વાત  કદીક તો મારી માન તું સખી;
જા, દિલ મારું મેં તને આપ્યું લખી.

મળું હું તને કદી કદી ક્યારેક ક્યારેક;
હવે તો વાત મારી સાથે કર તું સરખી!

જો કદીક થશું આપણે અલગ અહિં;
આ ક્રૂર સમાજ જશે આપણને ભરખી.

આવે જો તું મારા સુકા સુકા જીવનમાં;
જાણે ગરમ રણમાં વહે શીત લહેરખી.

રહેવા દે મને હર પળ તારી આસપાસ;
તારા બેનમૂન સૌંદર્યનો હું જ છું રખી.

ન કર શક મારા આ અમર પ્યાર પર;
મારી આ ચાહત તેં હજુ ય ન પારખી?

વાત તું મારી માને કે ન માને સનમ;
મેં તો હરદમ નિશદિન તને જ ઝંખી.

રોજ ઊડી આવું હું તારી ઉર અગાશીએ;
બને નટવર તારા કાજ યાયાવર પંખી.
||♥♥♥||♥♥♥||♥♥♥||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું