શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

એક જ આરજૂ...

સનમ, મારી તો છે બસ એક જ આરજૂ;
કરવું છે તારા સ્નેહની સરવાણીથી વજૂ.

ખુદા કોને મળ્યો છે કે મને મળે કદીક;
વાત ખુદાની જવા દે,હું તો તને જ ભજુ.

મારે કંઈ નથી રહ્યું કહેવાનું હવે બાકી;
તું જ સમજી જા ને, છે તું તો બહુ સમજુ.

સ્પર્શતા ય તને સહેજ ડર લાગે છે મને;
સનમ,શું તું જન્મથી જ છે આટલી ઋજુ?

યુગો વીતી ગયા છે તને મળીને સનમ;
તો ય કરું યાદ તને,છું તને હું યાદ હજુ?

મળે જો સાથ તારો જિંદગીભર મને તો;
હસતા રમતા દુનિયા આખી હું તો તજુ.

એ માણસ જરૂર થાય એક દિવસે દુઃખી;
શખ્સ હોય મારા જેવો પાગલ પરગજુ.

છે એમ તો સાવ અઢી અક્ષરનો એ શબ્દ;
તો ય પ્રેમ વિશે લખવાનું નથી મારું ગજુ.

ન લખતા આવડ્યું કંઈ ગહન નટવરને;
જે આવે છે દિલમાં,સીધું અહીં કરું હું રજૂ.

(વજૂ= નમાજ પઢવા માટે હાથમોં ધોવાં એ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું