શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

શ્રી૧।...

યાદ આવ્યો એમને હું તો એમણે લખ્યો કાગળ;
શ્રી૧। લખ્યા પછી ન સમજાયું શું લખવું આગળ!

ત્યાં એમણે અગાશીમાં વિખેર્યા હશે એમનાં કેશ;
સાત સમંદર દૂર અહીં ઘેરાયા છે યાદનાં વાદળ.

આપ્યું હતું પ્રેમથી એમને લગાવવા બે નયનમાં;
ઓગળી આંસુમાં ગાલે ફેલાયું- રેલાયું એ કાજળ.

જતા જતા કદમ એમનાં જરૂર રોકાય જાત દોસ્ત;
જોયું હોત એમણે એક વાર,બસ એક વાર પાછળ.

રહે છે પાણીમાં મીન પ્યાસી,એવી હાલત અમારી;
તરસ ભવોભવની છિપાવવા પીધું છે અમે હળાહળ.

અમને સદાય યાદ રાખવાનો કરી સાવ વીસર્યા એ;
શું ખબર એમને? યાદ કરીએ એમને અમે પળેપળ.

ચાલ નટવર હવે સમય થયો, બાંધ ગઠરીયા તારી;
છે લપસણી ભૂમિ ઇશ્કની, સ્થળ ત્યાં દેખાળશે જળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું