શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

મારા મનમાં...

જ્યારથી કોઈ વસી ગયું છે મારા મનમાં;
ફરું છું ખોવાયો ખોવાયો મારા અંજુમનમાં.

કેવી રીતે ધોવું તમે કહો યારા, મને હવે;
લગાવ્યો છે દાગ દિલમાં, ન કે દામનમાં.

ખુદા જેવો ખુદા પણ તો જ ખુશ થાય છે;
કમબખ્ત એનેય જોઈએ છે શ્રદ્ધા નમનમાં.

કેટલાક કમસીન ઘાવ એવા હોય છે દોસ્ત;
આવવા લાગે મસ્ત મજા એનાં ખનનમાં.

સાકી, પડ્યો રહેવા દે એક ખૂણે મયખાને;
ઊતરી જાય બધો આલમ આવાગમનમાં.

ભવ સુધરી ગયો ને ભવસાગર તરી ગયો;
પીધું અમૃત ઇશ્કનું અધરોથી આચમનમાં.

વાયરો વિરહનો એવો વાયો ન પૂછો વાત;
લગાવી ગયો આગ મહોબ્બતનાં ચમનમાં.

તમે માનો યા ન માનો મારા વહાલા સનમ;
નટવર છે જ એવો, રહેશે તમારા મનનમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું