શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

વંચાય જાઉં...

એની અફીણી આંખોમાં કાજળ બની અંજાય જાઉં;
કોઈ નિહાળે એને અને કાફિયા બની વંચાય જાઉં.

કોઈ શોધે તો ન મળું હું કદી કોઈને એમ સહજ;
એના ધબકતા હૈયામાં શ્વાસ બની હું સંતાય જાઉં.

હવાની લહેર પર આવે છે એના બદનની સૌરભ;
શ્વાસમાં એને આમ રોજ સમાવું ને મલકાય જાઉં.

કહેવું ને કરવું છે એમ ઘણું મારે એને એકલતામાં;
એમને મને આમ નિહાળતો ભાળી ખંચકાય જાઉં.

હીબકા ભરતો રહું રાતભર એની મધુરી યાદમાં;
સીસકતી મધરાતે ટહૂકે કોયલ ને હરખાય જાઉં.

ભલે રહ્યો જોજનો દૂર એમનાંથી એમ તો હું સદા;
જો ફેલાવે એની મખમલી બાહોં, હું લપાય જાઉં.

નટવરનું નવતર એમને આમ તો રોજ મળવાનું;
રોજ મળું છું એમને તોય એમનાંથી વીસરાય જાઉં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું