શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

નકાબ હઠાવ...

ક્યાં તો સાકી,તું નકાબ હઠાવ;
ક્યાં તો, તું આ શમાને બુઝાવ.

તોડી સુરાહી, ફોડી સૌ પૈમાના;
અંધારાંમાં અધરોથી પિવડાવ.

મયનાં મખમલી મહાસાગરમાં;
ધીમે ધીમે મારી સાથે ઝુકાવ.

પીતા પીતા જામ બદલવા દે;
ગમવા લાગશે સૌને બદલાવ.

કદમ મારા ડગમગશે, શું થયું?
ગુસ્તાખી એટલી મારી નિભાવ.

તારા મયખાનાની હર દીવાલો;
મારા શેર-ઓ-શાયરીથી સજાવ.

પડી રહેવા દે એક ખૂણામાં મને;
મયખાના સાથે થયો છે લગાવ.

આવડે છે પીતા પણ નટવરને;
પીને નથી બદલતો એ સ્વભાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું