શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

ते ही नो दिवसो गता !!

થતા થતા થઈ મારાથી ય યાર, એક ખતા;
કરવાની હતી બાદબાકી,કરતો રહ્યો હું વત્તા.

સરનામું મારું એમની આંખોમાં જ હતું ક્યાંક;
તો ય હું તો સદાનો રહ્યો લાપતાનો લાપતા.

હું ચાહતો પણ હતો કે આવી થોડી મુશ્કેલી;
કપરાં વખતમાં દોસ્તો મારાં થઈ જશે છતા.

એમનાં દિલ પર હું કદીય રાજ ન કરી શક્યો;
મારા ઘાયલ દિલ પર રહેશે એમની જ સત્તા.

કારોબાર-એ- ઇશ્કમાં બાકી છે ઘણી ઉધારી;
કેવી રીતે ચૂકવું?નથી મારી પાસે કોઈ મતા.

દરદ એમને ય જરૂર થયું હશે અલગ પડતા;
વારંવાર પાછળ ફરીને જોયું હશે જતા જતા.

આપવા હોય એટલાં જખમ આપ સનમ તમે;
ખમતીધર છું, સહન કરવાની છે હજુ ક્ષમતા.

હશે એમને પુરાણી આદત દિલ સાથે રમવાની;
તો તોડી નાંખ્યું દિલ મારું એમણે રમતા રમતા.

એ સુરમઈ દિવસો યાદ કરીને શું થશે નટવર?
સમય ક્યાં રોકાઈ છે?  ते ही नो दिवसो गता !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું