શનિવાર, 14 નવેમ્બર, 2015

વાત કરો...

કદી આજની વાત કરો, કાલની વાત કરો;
ઝૂકેલ નયનો, ગુલાબી ગાલની વાત કરો.

પાલવ પણ જેને નથી સંતાડી શકવાનો;
યારો, હવે ખૂબસૂરત જમાલની વાત કરો.

જેને તમે વીસરવાનાં પ્રયત્ન કરતા રહો;
સદા સતાવતા એનાં ખયાલની વાત કરો.

હસતા હસતા કરીને જિંદગીના બુરા હાલ;
ક્યાંક ખોવાય ગયેલ વહાલની વાત કરો.

તમારી પાસે જવાબ છે, મારી પાસે નથી;
કદી ય ન પુછાયેલ સવાલની વાત કરો.

છે બે દિલો વચ્ચે ને નજરે ન આવે કદી;
તોડી ન શકાય એ  દીવાલની વાત કરો.

થતા થતા જ થઈ જાય છે કમબખ્ત ઇશ્ક;
ને પછી થતા રહેતા મલાલની વાત કરો.

નટવર નટવર બહુ કર્યા રાખે છે નટવર;
એનામાંય છે એ નટવરલાલની વાત કરો.

[જમાલ=સૌંદર્ય, મોહક, સુંદર; મલાલ= ઉદાસીનતા. (સંદર્ભઃગુજરાતી લૅક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું