શનિવાર, 14 નવેમ્બર, 2015

બદમાશી...

નથી હું કોઈ સાધુ, ન સંન્યાસી;
કદમ એનાં પડે ત્યાં મારું કાશી.

જન્મથી મરણ સુધીની મજલ;
સદાય રહ્યો હું નિરંતર પ્રવાસી.

લાગણી છાંટી તાજા રાખું છું હું;
નહીંતર સંબંધો થઈ જાય વાસી.

હૈયાની હોડી છે શ્વાસનાં હલેસા;
હું જ ખારવો,હું જ મારો ખલાસી.

અફસોસ એ જ વાતનો છે હવે;
ગમતા ગમતા ગઈ છે ઉદાસી.

ગયા છે એવી રીતે જિંદગીમાંથી;
જાણે મુજમાથી હું જ ગયો નાસી.

બહુ સાચવ સાચવ કર્યું નટવરે;
તોય દિલ સાલું કરે છે બદમાશી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું