શનિવાર, 14 નવેમ્બર, 2015

માતબર નથી...

ભીડ છે, માણસો છે, નગર નથી;
મકાનો છે બધે, ક્યાંય ઘર નથી.

હું ક્યાંક ખોવાયો,શોધો મને હવે;
મારા વિશે મને કોઈ ખબર નથી.

પયમાનાથી પીતો રહ્યો રાતભર;
એટલે જ એની કોઈ અસર નથી.

થતા થતા થઈ જશે ઇશ્ક એમને;
પ્યારમાં મારા કોઈ જ કસર નથી.

ચૂપકીથી વસ્યા જે મારી આંખોમાં;
ને એની જ મારા પર નજર નથી.

તન્હાઈની આ પણ કેવી અસર છે?
હેલી છે ને તનમન તરબતર નથી.

ઋણ જિંદગીનું કેવી રીતે હું ચૂકવું?
નટવર એવો પણ માતબર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું