શનિવાર, 14 નવેમ્બર, 2015

ખળભળે...

જો વાત મારા દિલની કોઈ સાંભળે;
તો હૈયું એનું ય મારી જેમ ખળભળે.

હવે કોણ ઇશ્ક સાચો કરે છે અહીં?
પહેલાં જેવું ક્યાં કોઈ હવે ટળવળે?

એ જ સાવ સહેલાઈથી વીસરે છે;
યાદ જેને તમે કરતા રહો હર પળે.

ઇશ્કમાં થઈ ગઈ છે કેવી હાલત?
મારી આંખો પણ વગર કારણે ગળે.

સાલું દિલમાં લાગી આવે છે યાર;
જ્યારે બહુ અંગત હોય એ જ છળે.

એ ગામમાં કદી ય પગ ન મૂકવો;
જાણીતા જ્યાં અજનબી બની મળે.

ઘણી વાર એવું થયું છે મારી સાથે;
મંજિલ પાસે જઈ ચરણ પાછાં વળે.

જે માંગું એ પ્રભુ આપે કદીક મને;
હું માંગું, હસતો હોઉં ને આંખો ઢળે.

કવિતા ત્યારે જ લખાય છે નટવર;
મરુભૂમિમાં જ્યારે કોઈક બીજ ફળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું