સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

મંજિલ...

રાહ કહો તમે કે કહો એને તમે મંજિલ;
મારે તો જે કંઈ છે,  એ છે તમારું દિલ.

લઈ લો મારા સુખ સંતોષ તમામ તમે;
તમારા દર્દ દુઃખ કરી દો મને તબદીલ.

આપ જરૂર આવશો એમ માની સનમ;
એથી રોજબરોજ સજાવતો રહું મહેફિલ.

તમારા વિના જીવવાનું એ કેવું જીવન?
હર પળ હર ઘડી ખુદને કરું હું જલીલ.

કેમ ચાહું તમને હું?કેમ ન ચાહું તમને?
હોય જો કોઈ તમારી પાસે,કરો દલીલ.

જોઈએ છે મોકાની જગા તમારા દિલમાં;
બોલો, કેટલી લેશો તમે એની તહસીલ?

તમારે ય મારે નામે જ ધબકતું દિલ છે;
કેવી રીતે સનમ તમને કહું હું સંગદિલ?

તમારા ઇશ્કની જ આ પણ અસર હશે;
બની ગયું અમૃત છે હવે આંસુનું સલિલ.

કહેવાનું હતું એ તમને કહ્યું ખામોશીથી;
ન સમજ્યા તમે, માન્યો મને બુજદિલ.

નથી કોઈ  નટવર આ દુનિયામાં તારું;
ખુદ તારે જ બનવાનું છે તારો  ખલીલ.

(ખલીલ= દોસ્ત; મિત્ર; ભાઈબંધ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું