સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

બુકાની...

થઈ છે જ્યારથી મારા પર એમની મહેરબાની;
ત્યારથી કરી છે એમનાં નામે મેં મારી જવાની.

મંજિલ પણ ચરણ ચૂમતી આવશે હવે મારા;
રાહ- એ- ઇશ્ક પર બન્યા એઓ મારા સુકાની.

સળગાવી દીવો કર્યો ઝંઝાવાતને હવાલે મેં;
નથી કરતો હું ફિકર હવે આ તુફાની હવાની.

દોસ્ત પણ ખરા મળ્યા સર- એ -રાહ ચાલતા;
વાર્તા મારી સાંભળી એમણે બીજાની જબાની.

ઇશ્ક ઇશ્ક જ હોય છે,ન કોઈ નામ હોય એનું;
સમજાય જો ઇશ્ક,  જિંદગી થઈ જાય રૂહાની.

રહેવું હોય તો રહી જાઓ સનમ મારા દિલમાં;
આ દુનિયામાં બસ એ જ એક જગા છે મોકાની.

કેવી રીતે ઓળખશે ખુદને નટવર હવે યાર?
પહેરી લીધી એનાં આયનાએ છે હવે બુકાની !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું