સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

હું એ નથી જાણતો...

હું તમને કેમ કરું છું પ્યાર? હું એ નથી જાણતો;
કેમ કરું તમારા જ વિચાર? હું એ નથી જાણતો.

પહેલેથી જાણતો હતો, સાવ ખોટો હતો વાયદો;
કર્યો કેમ તમારો એતબાર? હું એ નથી જાણતો. 

કોઈની સાથે તમે જરા હસીને કરો વાતો કદીક;
થઈ જાઉં કેમ હું બેકરાર? હું એ નથી જાણતો.

ન તમને જીતવા ખુદને હારવા તૈયાર રહું સદા;
મારી એ જીત હશે કે હાર?  હું એ નથી જાણતો.

તમે નથી જ આવવાનાં ફરી કદી મળવા મને;
તો ય કેમ કરું હું ઇંતેજાર?  હું એ નથી જાણતો.

સમી સાંજે ઢળતા સૂરજની સાખે આ તન્હાઈમાં;
યાદનો કેમ ભરાય દરબાર?હું એ નથી જાણતો.

એક જ તો દિલ હતું જે થયું ઘાયલ એક નજરથી;
કેવી રીતે કરવી સારવાર ?  હું એ નથી જાણતો.

હર નજમ નટવરની છે તમારા માટે જ સનમ;
તમે કેમ નથી કરતા ઇઝહાર?હું એ નથી જાણતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું