સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

ખેપાની નથી...

સહુ જાણે વાત એ કદી તું કહેવાની નથી;
હું એ જાણું મારા વિના તું રહેવાની નથી.

તેં ન માંગ્યું તો ય દિલ મારું આપી દીધું;
અને આસાનીથી તો તું એ લેવાની નથી.

દિલ પર પથ્થર રાખ્યો તો ભલે રાખ્યો;
હું છું ને? તન્હાઈ એકલાં સહેવાની નથી.

ચાલ મહેફિલમાં હસતા રહીએ આપણે;
જાહેરમાં આંખો આપણી વહેવાની નથી.

સર્વ કંઈ  છોડીને ચાલી જઈશ દૂર દૂર;
એક વાર કહી દે, તું મારી દિવાની નથી.

જિંદગી તો જિંદગી છે, જીવી જવાય છે;
નથી તું તો ખરેખર એ જિંદગાની નથી.

મળે તો બેસીને દિલની વાતો કરવી છે;
ડર નહીં,ઇરાદો મારો કોઈ શેતાની નથી.

સાવ સીધો અદનો ઇન્સાન જ છે નટવર;
માને તું એવો તો સાવ એ ખેપાની નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું