રવિવાર, 23 ઑગસ્ટ, 2015

કસર નડે..


ઈશ્વર નડે;
પથ્થર નડે,

કોઈક ખોટી;
ખબર નડે;

નજર ઝૂકે;
નજર નડે.

ખોટો ખોટો;
આદર નડે.

ગામે જતા;
પાદર નડે.

પાર જવા;
સાગર નડે.

લખવું કેમ?
અક્ષર નડે.

વહાલા હોય;
અકસર નડે.

બહાર હોય;
અંદર નડે.

લાગણીની;
કસર નડે.

ખુદને કેમ;
નટવર નડે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું