રવિવાર, 23 ઑગસ્ટ, 2015

નીપજ નથી...

અરજ નથી;
ગરજ નથી.

છે ઇશ્ક પણ;
સહજ નથી.

કોણ છું હું?
સમજ નથી.

ચાહત કોઈ;
ફરજ નથી.

ધડકન છે;
તરજ નથી.

દિલમાં એના;
ખરજ નથી

ઇશ્કમાં કોઈ;
કરજ નથી.

આશિકી છે;
મરજ નથી.

શબ્દ સિવાય;
ઊપજ નથી.

રાહ જોઉં હું?
ધીરજ નથી.

નટવર તારી;
નીપજ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું