રવિવાર, 23 ઑગસ્ટ, 2015

જીવી જવાય છે...

ઉછીના શ્વાસ લઈ જીવી જવાય છે;
હું ખોટી આશ લઈ જીવી જવાય છે.

જ્યારથી પીધું છે એની આંખોથી;
અધૂરી પ્યાસ લઈ જીવી જવાય છે.

જ્યારથી સ્પર્શ્યો છું એના ગાલોને;
મધુરી સુવાસ લઈ જીવી જવાય છે.

સાથે ન રાખ્યો,  દિલમાં વસાવ્યો;
એક વિશ્વાસ લઈ જીવી જવાય છે.

હું ક્યાં ક્યાં વસી રહ્યો છું હવે અહિં?
ખુદ વનવાસ લઈ જીવી જવાય છે.

લઈ ગયા દિલ મારું જાણ બહાર;
એક અવકાશ લઈ જીવી જવાય છે.

દોસ્ત, બની બની મળ્યા દુશ્મનો;
એની કડવાશ લઈ જીવી જવાય છે.

આપી ગયો છે સમય થાપ એવી;
કોરો ઇતિહાસ લઈ જીવી જવાય છે.

નથી મળી શકતો હું મને કદી ય;
સ્વની તલાશ લઈ જીવી જવાય છે.

ગઈ છે એ જિંદગીમાંથી જ્યારથી;
ખુદની લાશ લઈ જીવી જવાય છે.

જીવન કવન બની ગયું નટવરનું;
થોડા પ્રાસ લઈ જીવી જવાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું