રવિવાર, 12 જુલાઈ, 2015

ધોબીપછાડ...

લડાવ્યા હોય જેને આપણે બહુ લાડ;
એ પણ આપી દે કદીક ધોબીપછાડ.

નાજુક છે મારા અરમાનની નનામી;
દોસ્ત જરા સાચવીને તું એને ઉપાડ.

ઝાપટું વરસી ગયું છે કોઈનું યાદનું;
થઈ રહ્યો છે મનમાં ધીરે ધીરે ઉઘાડ.

બહુ સાચવીને રાખ્યા હતા સપનાઓ;
ચોરાય ગયા સૌ, કોણે પાડી એ ધાડ?

જંગલ આખે આખું આજ હીબકે ચઢ્યું;
માનવના હાથે હણાયું છે જુવાન ઝાડ.

ધ્યાન દઈને સાંભળો તો એ સંભળાશે;
તન્હાઈમાં ખામોશી પણ પાડે છે રાડ.

બહુ સાચવ્યા સુંવાળા સંબંધોને નટવર;
તો ય એમાં પડી ગઈ છે ઝીણી તિરાડ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું