રવિવાર, 12 જુલાઈ, 2015

દોષ...

બસ છે એટલો યાર, છે મારો પણ દોષ;
બોલવાનું હતું જ્યાં ત્યાં રહ્યો હું ખામોશ.

પડી એક નજર એના હસીન ચહેરા પર;
બસ ત્યારથી જ ખોયા છે મેં મારા હોશ.

નજરથી પીધું છે ગટગટ રૂપ નશીલું મેં;
ત્યારથી બસ, રાત દિન રહું હું મદહોશ.

થતા થતા એકબીજાનાં થઈ ગયા જુદા;
યાદ કરીએ એએકમેકને છે એ જ સંતોષ.

કમબખ્ત રાહ-એ-ઇશ્ક બહુ છેતરામણો;
એ જ છેતરાય જાય હોય જે બહુ બાહોશ.

આયનાએ લીધાં છે અબોલા મારી સાથે;
સહેવાતો નથી મારાથી એનો એ આક્રોશ.

એકલા એકલાં તો જિવાતું નથી નટવર;
જીવવા માટેય છે જરૂરી કોઈનો આઘોશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું