ગુરુવાર, 18 જૂન, 2015

વાર્તા જિંદગીની...

વાર્તા જિંદગીની અધૂરી છે;
લોકો સમજ્યા, એ પ્રૂરી છે.

કહેવાની વાત ન કહેવાઈ;
બન્ને પક્ષે કોઈ મજબૂરી છે.

જે વસે દિલમાં સદા કાળ;
વાસ્તવમાં કોસોની દૂરી છે.

બચતા રહેશો લાગણીથી;
એ કમબખ્ત બહુ ફિતૂરી છે.

શ્વાસે શ્વાસે તને મેં શ્વસી છે;
શ્વાસથીય વધુ તું જરૂરી છે.

દાઝી જઈશ જો સ્પર્શી તો;
આગ ઇશ્કની મેં ઢબૂરી છે.

જીવતાં ય આવડવું જોઈએ;
નહીંતર જીવતર મજૂરી છે.

એક દિ તો કિનારો મળશે;
શ્રદ્ધા છે ને થોડી સબૂરી છે.

છાંયડો ક્યાંથી મળશે મને?
નટવરે રોપેલ એ ખજૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું