ગુરુવાર, 18 જૂન, 2015

રઘવાટ છે...

જ્યાં જોઈએ ત્યાં બસ, એજ એક રઘવાટ છે;
જિંદગી જનમથી મોત સુધીનો રઝળપાટ છે.

હાથ છોડી ગયા સર- એ- રાહ ચાલતા એઓ;
ગયા છે જ્યારથી એઓ,  અહિં સહુ સપાટ છે.

હા કહેશે? ના કહેશે? શું જવાબ હશે એમનો?
સવાલ પૂછવા પહેલાં દિલમાં બહુ ગભરાટ છે.

ધ્યાનથી સાંભળશો તો જ એ સંભળાશે સનમ;
બન્ને દિલની ધડકનોમાં ઇશ્કનો વલવલાટ છે.

લેખ ભાગ્યના વિધાતાએ ગમે એ લખ્યા હોય;
યાર મારા, હાલે તો સાવું કોરું મારું લલાટ છે.

દરિયો ઇશ્કની આગનો તરવો આસાન નથી;
કિનારા વિનાનો આંસુનો એ દરિયો વિરાટ છે.

સમજતા સમજતા સમજાશે સનમ એક દિ એ;
આપના પ્રત્યે પાવન પ્રેમ નટવરનો અફાટ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું