રવિવાર, 19 એપ્રિલ, 2015

દમામ છે...

જ્યાં ત્યાં બસ,  એનો જ દમામ છે;
જે ઇશ્ક છે એ જિંદગીમાં તમામ છે.

જે થઈ ગયા ઇશ્કના દરિયાને પાર;
યારા! મારી એને સો સો સલામ છે.

મારી જિંદગીય હવે મારી ક્યાં રહી?
બીજાના હાથમાં જ એની લગામ છે.

તારા મયખાનામાં બેસી રહું હું સાકી;
ભલેને હાથમાં મારા ખાલી જામ છે.

ત્રણ ફૂટ બાય છ ફૂટની મારી કબર;
ને એમાં સુતા સુતા ઘણો આરામ છે.

ખુદા પ્રભુ ન શોધું હું તને દરબદર;
તારો તો મારા દિલમાં જ મુકામ છે.

ન પૂછો કોણે જખમો આપ્યા છે મને;
અંગત વ્યક્તિઓનાં  એમાં નામ છે.

શું છે નટવરની નાહકની કવિતાઓ?
દિલથી વાંચો એમાં એક પયગામ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું