રવિવાર, 19 એપ્રિલ, 2015

શરત...

મંજૂર છે સનમ, મને તમારી હર શરત;
બસ કરી દો સાથે વિતાવેલ પળ પરત.

તમારો ઇશારો હું ન સમજી શક્યો જરા;
શાયદ પહેલેથી જ છું હું થોડો જડભરત.

તમને સમય હોય ત્યારે આવજો મળવા;
હું ક્યાં કહું છું હું બોલાવું ને આવો તરત?

હક છે તમને મને સાવ વીસરી જવાનો;
યાદ કરીશ હું તો તમને સનમ અવિરત.

ઇશ્કમાં કોઈને મળ્યાં સપનાં,કોઈને આંસું;
આલમ- એ- ઇશ્કમાં જેવી જેની ફિતરત

મજબૂરી એટલી જ કે મારો સમય નથી;
અને તમારી પાસે નથી મારા માટે વખત.

સુંવાળા સંબંધોને  સુંવાળા જ રહેવા દો;
તૂટી જશે એ જો થઈ જશે કદી એ સખત.

હશે મારો કોઈક વાંક,મારો જ કોઈ દોષ;
મારી હર સાચી વાત લાગે એથી ગલત.

દાવમાં ઘાયલ દિલને ઊતર્યો છે નટવર;
હારવાની જ હતી મારે ઇશ્કની આ રમત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું