રવિવાર, 5 એપ્રિલ, 2015

છેલ્લું પાનું ....

લખવું જોઈએ એ હજી નથી લખાયું;
વાંચી કોણ રડ્યું અને કોણ હરખાયું?

લેખ છઠ્ઠીના વિધાતાએ કેવાં લખ્યા?
છેલ્લું પાનું એમાં ય સાવ કોરું રખાયું!

લાખ લાખ લોક મળી અજાણ્યા રહ્યા;
કોણ જાણીતું છે એ કદીય ન પરખાયું.

એક ઠંડી આગનો દરિયો છે ઇશ્ક તો;
જે કોઈ પડ્યું એમાં હર કોઈ ભરખાયું.

એમને આમ અલપઝલપ મળ્યા પછી;
હર કોઈક એમનાં જેવું જ મને  દેખાયું.

પકડી રાખ્યું છે એવું તો ઘણુંય નટવરે;
જે નાંખી દેવા જેવું છે,કદીય ન નંખાયું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું