રવિવાર, 5 એપ્રિલ, 2015

ઢંઢોળીને...

લાવ્યો છું થોડા સપનાં આંસુમાં ઝબોળીને;
જગાવી ગયા જે મને મારી નિદ્રા ડહોળીને.

મારા પ્રેમની વાત કેવી રીતે સમજશે કોઈ;
મળે છે સહુ મને લાગણીઓ તોળી તોળીને.

દાગ લાગી ગયા છે દિલની સુંવાળી દીવાલે;
સંતાડતો રહું હું એને ખોટા હાસ્યથી ધોળીને.

ન હતો ઇશ્ક મને ત્યારે હતો હું એકદમ સુખી;
દુઃખ ઇશ્કનું ઊભું કર્યું ભાઈ, મેં પેટ ચોળીને.

સાચવો મને યારો હવે કદમ ન ડગમગે મારા;
મયખાનેથી આવ્યો છું પ્યાસો હું શરાબ ઢોળીને.

સૂતો છું હું માંડ માંડ યુગો બાદ કફન ઓઢીને;
જગાડશો નહીં હવે સનમ તમે મને ઢંઢોળીને.

નથી આવડતા છંદ કે વ્યાકરણ, ન આવડશે;
લખી છે નટવરે  નજમ કલમ પ્રેમમાં બોળીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું